Thursday, March 14, 2019

Wednesday, May 29, 2013

સાત દિવસ ના week માં થી, રવિવાર ખોવાઇ ગયો છે.





સાત દિવસ ના week માં થી, રવિવાર ખોવાઇ ગયો છે.... Saturday સુધી ની થકાન થી, રવિવાર નીચોવાઇ ગયો છે....!! પહેલા જે રમતા બાળકો રવિવાર આખો, એ હવે Tuition ના Extra Lectures માં જાય છે.... મમ્મી પણ શાંતિ થી બેસવા ને બદલે, ઘર ના માળિયા સાફ કરવા લાગી જાય છે.... ...હવે માંડ કોઇ ઘરે રવિવારે મિઠાઇ બનતી હશે, ગરમ-ગરમ શીરો કે ગળી રોટલી ઉતરતી હશે.... મળીને કરવાની વાતો Mobile પર જ પતી જાય છે, આ પણ એક વાર જ છે સોમ, મંગળ, બુધ ની જેમ, જે આવે છે અને બસ પતી જાય છે....!! ધસમસતા એ સોમવાર ના સાંઢ થી, રવિવાર ગભરાઇ ગયો છે....!! સાત દિવસ ના week માં થી, રવિવાર ખોવાઇ ગયો છે....!! લોકો હવે રવિવાર નું ય Schedule બનાવવા માંડ્યા છે, એકબીજા ના ઘરે જતા લોકો હવે Hotels જવા માંડ્યા છે.... રવિવાર હવે Relax વાર નથી રહ્યો, ઉજવી નાંખતા સૌ ભેગા થઇ જે ઉત્સાહ ભેર, પહેલા ની માફક એ કોઇ તહેવાર નથી રહ્યો.... મઘમઘતો ક્યારેક ચોતરફ જે ગુલાબ ની જેમ, લાગે છે હવે કાંટાળા ઝાડી-ઝાંખર જેવો.... સૂનો પડ્યો હોય છે કોઇ નિર્જન ખૂણા માં, કોઇ દુલ્હન ના તૂટી ગયેલા ઝાંઝર જેવો....!! બધા ના આટલા Sophistication થી, રવિવાર શરમાઇ ગયો છે....!! સાત દિવસ ના week માં થી, રવિવાર ખોવાઇ ગયો છે....!!

Wednesday, July 9, 2008

સત્ય હકીકત



આજ થી દશેક વર્ષ પહેલાની વાત છે. અમદાવાદ માં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે રાત્રે અમે મિત્રો પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર નો છેલ્લો શો જોઇને નીક્ળ્યા ત્યારે બહાર આવી ને જોયુ તો સખત વરસાદ પડતો હતો. રાત્રે આશરે ૧ થી ૧:૩૦ વાગે અમે મિત્રો ઘરે જ્વા છુટા પડયા. રસ્તા માં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

હુ ઘરે ની નજીક પહોચ્યો ત્યારે લગભગ ૩ વાગી ગયા હતા. મારી સોસાયટી ની બહાર રોડ પર બહુજ પાણી ભરાઇ ગયુ હતુ. માંડ માંડ કરી ને હુ સોસાયટી ના ગેટ પાસે પહોચ્યો ત્યારે સામે ની સોસાયટી માંથી બે જણ મોટી મોટી બેગ લઈને બહાર નીકળતા હતા. રસ્તા પર ઘુટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. તેમાંથી એક જણે મને કહ્યુ અમારે અત્યારે એરપોર્ટ જવુ છે. સવારે નુ અમેરીકા નુ પ્લેન છે. અમને મેઈન રોડ પર મુકી જ્શો ? આજુ બાજુ રાત્રે ૩ વાગે કોઇ નહોતુ, મારુ બાઇક ધણુ ખરુ પાણી માં હતુ, મેઈન રોડ થોડેક દુર હતો. મેં કહુ જો આટલા પાણી મા મારુ બાઇક ચાલે તો હુ મુકી જઈશ.

મેં હિંમત કરીને એક જણને મોટી બેગ લઈને પાછળ બેસાડ્યો અને સાયલેન્સર ડુબી જાય તેટલા પાણી માં મે બાઈક ચલાવીને મેઇન રોડ સુધી પહોચી ગયો, ત્યારે મને હાશ થઈ, ત્યાંથી પાછો આવ્યો ત્યારે જોયુ તો જેને ખરેખર અમેરીકા જ્વાનુ હતુ તે ભાઇ તો ત્યાજ ઉભા હતા, મારુ બાઇક હવે ડચકા ખાતુ હતુ, વરસાદ વધતો જતો હતો, છ્ત્તાય તેમને બીજી મોટી બેગ સાથે બેસાડ્યા અને લઈ ગયો, અને મેઈન રોડ સુધી મુકી આવ્યો, તેમના નસીબ સારા હતા કે ઓટો રીક્ષા પણ મળી ગઈ.મને ત્યારે હાશ થઈ.

પાછો ઘરે જવા નીક્ળ્યો ઘર થી થોડેક દુર મારુ બાઇક બંધ પડી ગયુ, છેવટે ખેંચીને ઘરે લઈ ગયો, ઘરે પહોચ્યા પછી શાંતિ નો શ્વાસ લીધો, પરંતુ તે રાત્રે મારા બાઇકે ખરેખર રંગ રાખ્યો.

મારા મન ને સંતોષ થયો કે આજે મે કોઇ સારુ કામ કર્યુ

Thursday, June 19, 2008


યાદ વાછટ બનિ પલાળે છે.
પછિ તુ ધોધમાર આવે છે.

My Books







Sunday, July 22, 2007

My Photos



welcome to my blog,